જન્મ અને મરણ નોંધણી અંગે મહત્વપૂર્ણ માહિતી



જન્મ–મરણ નોંધણીનું મહત્વ
  • જન્મની નોંધણી બાળકનો કાયદેસર હક્ક છે અને તેની ઓળખ સ્થાપિત કરવાની પ્રથમ કડી છે.જન્મ અને મરણ નોંધણી અધિનિયમ, ૧૯૬૯ હેઠળ દરેક જન્મ અને મરણની નોંધણી કરાવવી ફરજિયાત છે.
  • ઘરમાં જન્મ કે મરણ થાય તો તેની જાણ કરવાની જવાબદારી કુટુંબના વડાની છે.
  • હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર વગેરેમાં બનાવ બને તો તેની જાણ કરવાની જવાબદારી સંબંધિત સંસ્થાના ઇનચાર્જ અધિકારીની છે.
  • જન્મ અથવા મરણ જ્યાં બન્યું હોય, તે વિસ્તારમાં તેની નોંધણી કરવામાં આવે છે.


જન્મની નોંધણી માટેની માર્ગદર્શિકા
  • બાળકના જન્મની નોંધ ૨૧ દિવસની અંદર કરાવવી ફરજિયાત છે.
  • ૨૨ થી ૩૧ દિવસ સુધી નોંધણી માટે ₹૫ લેટ ફી લેવામાં આવે છે.
  • ૧ મહિના થી ૧૨ મહિના સુધીની નોંધણી જિલ્લા પંચાયત રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવે છે.
  • ૧ વર્ષથી વધુ સમય બાદ નોંધણી માટે નામદાર કોર્ટનો હુકમ ફરજિયાત છે.
  • બાળકનું નામ ૧૫ વર્ષ સુધી દાખલ કરાવી શકાય છે.
  • એક વખત નામ નોંધાયા પછી તેમાં ફેરફાર માન્ય રહેશે નહીં.


મરણની નોંધણી માટેની માર્ગદર્શિકા
  • મૃત્યુ પામેલ વ્યક્તિની નોંધ ૨૧ દિવસની અંદર કરાવવી ફરજિયાત છે.
  • ૨૨ થી ૩૧ દિવસ સુધી નોંધણી માટે ₹૫ લેટ ફી લેવામાં આવે છે.
  • ૧ મહિના થી ૧૨ મહિના સુધીની નોંધણી જિલ્લા પંચાયત રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવે છે.
  • ૧ વર્ષથી વધુ સમય બાદ નોંધણી માટે નામદાર કોર્ટનો હુકમ ફરજિયાત છે.


જાહેર અપીલ
  • નગરપાલિકા તમામ નાગરિકોને વિનંતી કરે છે કે, જન્મ અને મરણની નોંધણી સમયસર કરાવી કાયદાનું પાલન કરી સહકાર આપશો.

જન્મ-મરણ શાખાની વધુ માહિતી માટે નીચે આપેલ કર્મચારીશ્રીનો સંપર્ક કરવો.

શ્રી સુખાજી સાંકાજી ઠાકોર - 9722361836


નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.
Total Visitor : 48
All rights reserved @ Vadnagar Nagarpalika

સંપર્ક:- વડનગર નગરપાલિકા, વડનગર
(O). 02761222052 E-Mail : Vadnagarnp@gmail.com