વ્યવસાય વેરા અંગે મહત્વપૂર્ણ માહિતી
કાયદાકીય જોગવાઈ
- ગુજરાત રાજ્ય વ્યવસાય વેરા અધિનિયમ – ૧૯૭૬ તથા સુધારા અધિનિયમ – ૨૦૦૮ મુજબ, કલમ – ૧૭ અન્વયે જે કોઈ વ્યક્તિ/પેઢી દ્વારા વ્યવસાય વેરો ભરવામાં ચૂક થાય તો તે રકમ જમીન મહેસૂલની બાકી તરીકે વસૂલ કરવામાં આવશે.
વ્યવસાય વેરો ભરવાની મુદત
- દર વર્ષે વ્યવસાય વેરો ભરવાની મુદત ૧ એપ્રિલ થી ૩૦ સપ્ટેમ્બર હોય છે. મુદત બાદ વ્યવસાયવેરો ભરવામાં આવે તો ૧૮% વ્યાજ તેમજ નિયમ મુજબ દંડ (પેનલ્ટી) લાગુ પડશે.
- નોંધ: સમયસર મુદત પૂરી થાય તે પહેલા વેરો ભરવાથી વ્યાજ તથા દંડમાંથી મુક્તિ મળે છે.
કર્મચારીઓના વ્યવસાય વેરા અંગે
- દરેક વેપારીએ પોતાના ધંધાના સ્થળે કામ કરતા કર્મચારીઓના પગારમાંથી વ્યવસાય વેરાની કપાત કરી નગરપાલિકામાં જમા કરાવવી ફરજિયાત છે.
- નોંધ: કર્મચારીઓનો વેરો ન ભરવો ગુનાપાત્ર અપરાધ બને છે.
પેઢી / દુકાન બંધ થવા અંગે
- જે પેઢી / દુકાન બંધ થાય ત્યારે તેનું બાકી લેણું તાત્કાલિક ભરપાઈ કરવી ફરજિયાત છે તેમજ વ્યવસાય બંધ કર્યા અંગેનું સોગંધનામું રજુ કરવું અને નગરપાલિકામાંથી પેઢી/દુકાન બંધ થયાનું પ્રમાણપત્ર મેળવવું. અન્યથા નિયમ મુજબ વ્યાજ તથા દંડ સાથે વેરો ભરવા પાત્ર બનશે.
અપીલ
- તમામ વેપારીઓને વિનંતી છે કે સમયસર વ્યવસાય વેરો ભરી નગરપાલિકાને સહકાર આપશો.
વ્યવસાયવેરા શાખાની વધુ માહિતી માટે નીચે આપેલ કર્મચારીશ્રીનો સંપર્ક કરવો.
શ્રી -
“આવો, વ્યવસાય વેરો સમયસર ભરી વડનગરના વિકાસને વેગ આપીએ.”